H-1Bની માતબર ફીના પ્રસ્તાવથી અમેરિકામાં ડોક્ટરોની અછત વધુ ચિંતાજનક


અમેરિકામાં ફીઝિશિયન્સની વધતી જતી અછતને કારણે કોંગ્રેસમાં થયેલી ચર્ચામાં એક નવી ખામી બહાર આવી છે, જે અમેરિકામાં કામ કરવા ઇચ્છતા ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ્સને સીધી અસર કરી શકે છે.


આ ચર્ચાના કેન્દ્રમાં નવા H-1B વિઝા માટે એક લાખ ડોલરની ફીનો મુદ્દો છે, જે અત્યારે એમ્પ્લોયર દ્વારા ચૂકવાતા પ્રોસેસિંગ ખર્ચ કરતાં ઘણી વધારે છે. 24 ફેબ્રુઆરીએ સાંસદોએ મુદ્દો ઉઠાવ્યો હતો કે, આવા પગલાથી ગ્રામીણ હોસ્પિટલોને વિદેશી તાલીમબદ્ધ ડોકટરોની ભરતી કરવામાં રૂચિ રહેશે નહીં. ગ્રામીણ અમેરિકામાં ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનના વ્યાપ અને હેલ્થ કેર વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે વેઝ એન્ડ મીન્સ હેલ્થ સબકમિટીની સુનાવણી દરમિયાન આ મુદ્દો ચમક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *