અમેરિકા પાછાં ફરતાં ગ્રીનકાર્ડહોલ્ડરોની એરપોર્ટ પર કડક ચકાસણી
અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન આવ્યા બાદ એન્ફોર્સમેન્ટના કાયદા વધુ કડક બનાવવામાં આવ્યા હોવાથી અમેરિકા પાછા ફરતા ગ્રીન કાર્ડધારકોએ ઍરપોર્ટ પર વધુ તપાસ અને અટકાયતનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ૨૦૨૫થી અમેરિકાના ઍરપોર્ટ પર ગ્રીન કાર્ડધારકોની ચકાસણીમાં વધારો થયો હોવાના અહેવાલ છે.